મુંબઇમાં છઠ્ઠા અર્થશોટ પ્રાઇઝ 2026નું ભવ્ય આયોજન

ભારત માટે ગૌરવઃ ક્લીન અવર એર કેટેગરીમાં મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટીને અર્થશોટ પ્રાઇઝ એનાયત

Tuesday 17th November 2026 14:03 EST
 
 

લંડનઃ પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની ઉપસ્થિતિમાં મુંબઇ ખાતે છઠ્ઠા 'અર્થશોટ પ્રાઇઝ 2026' સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કારો હેઠળ પાંચ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સ વિલિયમ, પ્રિન્સેસ કેટ મિડલટનના નેતૃત્વમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. સમારોહમાં ભારતીય કોર્પોરેટ જગત, બોલિવૂડ સહિત વિશ્વભરમાંથી 5000 જેટલા મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતાં. ભારત માટે ગૌરવની વાત એ છે કે ક્લીન અવર એર કેટેગરીમાં મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટીને પુરસ્કાર એનાયત કરાયો હતો. વર્ષ 2020માં પ્રિન્સ વિલિયમ દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે નોંધપા પ્રદાન આપતી વ્યક્તિ અને સંસ્થાઓને પાંચ કેટેગરીમાં પુરસ્કૃત કરવામાં આવે છે. પુરસ્કાર અંતર્ગત વિજેતાને એક મિલિયન પાઉન્ડનું અનુદાન અપાય છે.

બોક્સ

અર્થશોટ પ્રાઇઝ 2026ના વિજેતા

1. બિલ્ડ અ વેસ્ટ-ફ્રી વર્લ્ડ કેટેગરીઃ ફ્રાન્સના સંસદસભ્ય અને 'PFAS-ફ્રી ફ્રાન્સ' સાથે સંકળાયેલા નિકોલસ થિયરીએ 'બિલ્ડ અ વેસ્ટ-ફ્રી વર્લ્ડ' શ્રેણીમાં અર્થશોટ પ્રાઇઝ 2026 જીત્યું છે.

2. ક્લીન અવર એર કેટેગરીઃ મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુમન મિશ્રાના નેતૃત્વ હેઠળ કંપનીએ 'ક્લીન અવર એર' શ્રેણીમાં આ પુરસ્કાર જીત્યો છે.

3. ફિક્સ અવર ક્લાયમેટ કેટેગરીઃ ઓર્સ્ટેડ ખાતે ગ્લોબલ સ્ટેકહોલ્ડર રિલેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ગ્રિડ ર્યુમર્ટે 'ફિક્સ અવર ક્લાયમેટ' શ્રેણીમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

4. પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર કેટેગરીઃ ભૂટાનની શાહી સરકારનું પ્રતિનિધિત્વ કરતા રાજકુમારી (HRH) ચિમી યાંગઝોમ વાંગચુકે 'પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર' શ્રેણીમાં આ પુરસ્કાર જીત્યો છે.

5. રિવાઇવ અવર ઓશન્સ કેટેગરીઃ 'ઓફ અ નિયુ'ના પ્રમુખ, 'નાઉ ટ્રસ્ટ'ના ઉપપ્રમુખ અને 'ધ પેસિફિક કોમ્યુનિટી' ખાતે ક્લાયમેટ ચેન્જના ડિરેક્ટર કોરલ પાસીસીએ 'રિવાઇવ અવર ઓશન્સ' શ્રેણીમાં વિજય મેળવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter