લંડનઃ વર્ષ 2020માં પ્રિન્સ વિલિયમ દ્વારા સ્થાપિત અને 'ધ રોયલ ફાઉન્ડેશન' હેઠળ વિકસાવવામાં આવેલો 'અર્થશોટ પ્રાઇઝ' (Earthshot Prize) એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણીય પુરસ્કાર છે. પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મંગળવારે મુંબઈના મ્યુઝિયમ ઓફ સોલ્યુશન્સ ખાતે પ્રથમ 'ચિલ્ડ્રન્સ અર્થશોટ એવોર્ડ્સ' સમારોહમાં યુવા પરિવર્તનકર્તાઓને સન્માનિત કરવા માટે પહોંચ્યા હતા.
'ફિક્સ અવર ક્લાઇમેટ' શ્રેણીમાં સત્ય એલિમેન્ટરી સ્કૂલનો 'કૂલ ક્રેટ' પ્રોજેક્ટ વિજેતા બન્યો હતો, જ્યારે એસ્પાલિયર ધ હેરિટેજ સ્કૂલના 'અ દિયા ફોર ધ રિવર, અ લાઇટ ફોર લાઇફ' પ્રોજેક્ટે 'રિવાઇવ અવર ઓશન્સ' વિભાગમાં બાજી મારી હતી. 'ક્લીન અવર એર' શ્રેણીમાં કર્ણાટકની નેશનલ પબ્લિક સ્કૂલના 'પ્યોરવાયુઃ અ બ્રેથ ઓફ ચેન્જ' પ્રોજેક્ટની સરાહના કરવામાં આવી હતી, તો બીજી તરફ SSATN પંચાયત યુનિયન મિડલ સ્કૂલના 'ડિકોમ પોસિબલ' પ્રોજેક્ટે 'બિલ્ડ અ વેસ્ટ-ફ્રી વર્લ્ડ' વિભાગમાં જીત મેળવી હતી. અંતે, 'પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર' વિભાગમાં તમિલનાડુની કાલિગી રંગનાથન મોન્ટફોર્ડ મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલના 'ટાઇની એક્શન્સ, માઇટી ઇમ્પેક્ટ' પ્રોજેક્ટે વિજય હાંસલ કર્યો હતો.


