મુંબઈમાં પ્રિન્સ વિલિયમ સાથે કેટ મિડલટને કરી મેટ્રોની સવારી

Tuesday 17th November 2026 14:01 EST
 
 

લંડનઃ મુંબઈ પ્રવાસના પ્રથમ દિવસે બીજા કાર્યક્રમ દરમિયાન પ્રિન્સ ઓફ વેલ્સ એકલા હાજરી આપવાના હતા, પરંતુ સસ્ટેનેબલ ટ્રાવેલને પ્રોત્સાહન આપવા માટે પ્રિન્સેસ ઓફ વેલ્સ પણ તેમની સાથે જોડાયા હતા. બ્રિટિશ શાહી દંપતી પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટને મુંબઈમાં તેમના કાર્યક્રમમાં એક અણધાર્યો ફેરફાર કરતા શહેરની મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. અગાઉના આયોજન મુજબ વિલિયમ એકલા જ મેટ્રોની મુસાફરી કરવાના હતા, પરંતુ સવારે સ્થાનિક ગલી ક્રિકેટ રમવાના ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ બાદ કેટ પણ તેમના પતિ સાથે જોડાયા હતા. શહેરના પર્યાવરણને અનુકૂળ શહેરી પરિવહનને ઉજાગર કરવા માટે બંનેએ સાથે મળીને મુંબઈ મેટ્રોમાં મુસાફરી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter