મુક્ત વેપાર પર ભારત અને યુકે વચ્ચે 10મા રાઉન્ડની મંત્રણા જૂનમાં યોજાશે

9મા રાઉન્ડની મંત્રણા સમાપ્ત, નીતિવિષયક મામલાઓ પર વ્યાપક ચર્ચા

Tuesday 16th May 2023 11:33 EDT
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પરની 10મા રાઉન્ડની મંત્રણા નવી દિલ્હી ખાતે યોજાશે અને બંને દેશ આ મંત્રણા ઝડપથી પૂરી કરવા ઇચ્છે છે. ભારતના ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રડ સંતોષ કુમાર સારંગીએ જણાવ્યું હતું કે, વેપાર મંત્રણાઓ એક હાથ લે અને બીજા હાથે આપ એવી પ્રક્રિયા છે. તેની સાથે સંબંધિત દેશોમાં યોજાનારી ચૂંટણીઓને કોઇ લેવાદેવા નથી. ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં દીવાળી 2022ની ડેડલાઇન અપાઇ હતી પરંતુ વિવિધ કારણોસર તેમાં વિલંબ થયો છે. 10મા રાઉન્ડની મંત્રણા 5-9 જૂન દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે.

આ પહેલાં  ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરારને અંતિમ ઓપ આપવા ચાલી રહેલી મંત્રણાનો નવમો રાઉન્ડ સમાપ્ત થયો છે. 24થી 28 એપ્રિલ વચ્ચે યોજાયેલી આ મંત્રણામાં નીતિ વિષયક મામલાઓ પર વ્યાપક ચર્ચા વિચારણા થઇ હતી. યુકેના ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, 9મા રઉન્ડની મંત્રણામાં લંડન ખાતે યુકે અને કેટલાક ભારતીય અધિકારી જોડાયાં હતાં. ભારતના કેટલાક અધિકારી ભારતમાંથી જ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મંત્રણામાં સામેલ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter