મુગલકાળનું ખગોળીય સાધન 2 મિલિયન પાઉન્ડમાં વેચાયું

Tuesday 05th May 2026 11:11 EDT
 
 

લંડનઃ મુગલકાળનું કાંસાનું એક એસ્ટ્રોલેબ (ખગોળીય સાધન) હરાજીમાં 2 મિલિયન પાઉન્ડથી વધુ કિંમતમાં વેચાયું છે, જે ઇસ્લામિક વિશ્વના ખગોળીય સાધન માટે એક નવો રેકોર્ડ છે. ૧૭મી સદીનું આ સાધન લાહોરના કારીગરો દ્વારા ઉમરાવ આકા અફઝલ માટે બનાવવામાં આવ્યું હતું. પ્રાચીન ગ્રીસમાં વિકસિત આ સાધનોનો ઉપયોગ સમય જાણવા, તારાઓનું નકશાંકન કરવા, મક્કાની દિશા શોધવા અને આકાશની ગતિ જાણવા માટે કરવામાં આવતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter