લંડનઃ 10 ડાઉનિંગ સ્ટ્રીટના પોલિસી યુનિટના પૂર્વ ડિરેક્ટર મુનિરા મિરઝાની નવી થિન્ક ટેન્કના એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઇ છે. આ થિન્ક ટેન્ક સરકાર માટે નવી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં મદદ કરશે.
ફિક્સ બ્રિટન નામની આ થિન્ક ટેન્કમાં સિવિલ સર્વિસ, બિઝનેસ, પોલિટિક્સ, મીડિયા, લૉ, મિલિટરી અને એનએચએસમાં અનુભવી એવા વરિષ્ઠ લોકોનો સમાવેશ કરાયો છે. થિન્ક ટેન્ક તાલીમવિહોણા મંત્રીઓ અને તેમની નીતિઓના કારણે સર્જાતી સમસ્યાઓનો ઉકેલ લાવવા ઇચ્છે છે.
થિન્ક ટેન્કે જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓ દ્વારા મંત્રી તરીકે જાતે જ નેતાઓની પસંદગી કરવામાં આવે છે તેનો જવાબ મળવો જોઇએ. સારા લોકો આગળ આવે છે ત્યારે પણ આપણે તેમને મંત્રી તરીકેની કામગીરી માટે તૈયાર કરવાના પ્રયાસ કરતા નથી. ટૂંકમાં આપણે તાલીમ નહીં ધરાવતા લોકોના હાથમાં દેશ સોંપી દઇએ છીએ. આવું ચાલી શકે નહીં.