લંડનઃ પોલીસ વિભાગમાં કામ કરતી મુસ્લિમ કર્મચારીઓ માટે આધુનિક બ્લૂ લાઇટ હિજાબ તૈયાર કરાયો છે. તેની મેગ્નેટિક ડિઝાઇન કર્મચારીનો શ્વાસ રૂંધાતો અટકાવે છે. 3 વર્ષની કામગીરી બાદ લેસ્ટરમાં આ હિજાબનું અનાવરણ કરાયું હતું. લેસ્ટર પોલીસમાં યોગ્ય એવા તમામ કર્મચારીને આ હિજાબ આપવામાં આવી રહ્યો છે અને દેશભરમાં પોલીસ કર્મીઓને આપવા માટે યુનિફોર્મ સપ્લાયરોની સાથે વાતચીત ચાલી રહી છે. લેસ્ટર પોલીસ અને દ મોન્ટફોર્ટ યુનિવર્સિટીના સહિયારા પ્રયાસથી આ હિજાબ તૈયાર કરાયો છે.


