મુસ્લિમ સુંદરી મુના જુમાને સ્પર્ધામાં બિકિની ન પહેરવાનો અધિકાર

Monday 22nd May 2017 08:23 EDT
 
 

લંડનઃ ૨૭ વર્ષીય બ્યુટીક્વિન મુના જુમાએ મિસ યુનિવર્સ GBકોમ્પિટીશનની ફાઈનલમાં પહોંચેલી અન્ય સુંદરીઓ સાથે ફોટો પડાવવા બિકિનીને બદલે કફતાનમાં પોઝ આપવાનો અધિકાર મેળવ્યો હતો. મુનાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે મિસ યુનિવર્સ બનવા માટે તેણે બિકિની પહેરવી ફરજિયાત નથી. મુનાએ અત્યાર સુધી સ્પર્ધામાં બિકિની પહેરી નથી. બિકિની ન પહેરવાથી તેને ગેરલાયક ન ઠરાવાય તે હેતુસર તેણે કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં.

તેણે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે બે વર્ષ અગાઉ અરજી કરી હતી પરંતુ, બિકિની પહેરવી પડશે તેવા ડરથી પોતાની અરજી પાછી ખેચી લીધી હતી. બિકિની પહેરવી તેની ધાર્મિક માન્યતાની વિરુદ્ધ છે. પરંતુ, તેણે ફરીથી અરજી કરી હતી અને તીવ્ર સ્પર્ધામાં પાર ઉતરીને યુકે ફાઈનલમાં પહોંચી હતી. આ સ્પર્ધા કાર્ડિફમાં જૂન મહિનામાં યોજાશે અને વિજેતા મિસ યુનિવર્સ સ્પર્ધામાં ગ્રેટ બ્રિટનનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં ૮૦થી વધુ દેશની યુવતીઓ ભાગ લે છે.

સોમાલિયામાં જન્મેલી અને સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત જુમાએ ઈસ્ટ આફ્રિકામાં ગેરકાયદે માઈગ્રેશન અને બાળકો પર થતાં અત્યાચાર સામે ક્લાઉડલેસ રિસર્ચ નામની સંસ્થા અન્યના સહયોગથી સ્થાપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter