મુસ્લિમો-મહિલાઓને આર્મીમાં જોડવા ઝૂંબેશ

Wednesday 24th January 2018 05:51 EST
 
 

લંડનઃ મુસ્લિમો અને મહિલાઓ બ્રિટિશ આર્મીમાં જોડાય તેવા પ્રયાસોના ભાગરૂપે ટેલિવિઝન પર નવી જાહેરાતો પ્રસારિત થઈ રહી છે. ‘કીપીંગ માય ફેથ’ શીર્ષક હેઠળ નવી ટીવી એડમાં કોમ્બેટ પેટ્રોલ દરમિયાન એક મુસ્લિમ સૈનિકને નમાઝ પઢતો દર્શાવાયો છે. તેના સાથી સૈનિકોને તેની રાહ જોતા પહાડી પર બેઠેલા અને નમાઝમાં તેને ખલેલ ન પહોંચે તે માટે રેડિયોનો અવાજ ધીમો કરતા દર્શાવાયા છે.

બ્રિટિશ આર્મીએ પ્રથમ વખત તેની એડમાં મુસ્લિમ સૈનિકને નમાઝ પઢતો દર્શાવ્યો હોવાનું મનાય છે. આ એડ ભરતીને વેગ આપવા માટે આર્મીના ૧.૬ મિલિયન પાઉન્ડના ટીવી, રેડિયો અને ઓનલાઈન કેમ્પેનના ભાગરૂપ છે.

‘ફેસિંગ માય ક્રિપ્ટોનાઈટ’ શીર્ષકની બીજી એડમાં એક યુવાન સૈનિકને તેના મિત્રો દ્વારા પુલ અપ્સ કરવા પ્રોત્સાહન આપતા દર્શાવાયા છે. અન્ય મહિલા સૈનિકને હેલિકોપ્ટરમાંથી ઉતરીને પેટ્રોલ ટુકડીનું નેતૃત્વ કરતી દર્શાવાઈ છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter