લંડનઃ રોધરહામ ગ્રુમિંગ સ્કેન્ડલ બાદ સાઉથ યોર્કશાયર પોલીસનો મુસ્લિમો દ્વારા કરાયેલા બહિષ્કારની આગેવાની લેનાર મુબીન હુસેનને એમબીઇથી સન્માનિત કરાયા છે. ગ્રુમિંગ ગેંગ અંગેના આરોપોની તપાસમાં પોલીસની નિષ્ફળતા બાદ મુબીને ઓક્ટોબર 2015માં પોલીસનો બહિષ્કાર કરવા અને પોતાના રક્ષણ માટે જાતે જ પગલાં લેવાનું આહવાન કર્યું હતું.
મુબીનના કેમ્પેન ગ્રુપે એવી પણ ચેતવણી જારી કરી હતી કે જે મુસ્લિમ સંગઠન અથવા સંસ્થા રોધરહામમાં પોલીસનો બહિષ્કાર નહીં કરે તેમનો પણ સમાજ દ્વારા બહિષ્કાર કરાશે. મુબીને જણાવ્યું હતું કે, પોતે રેસિસ્ટ ગણાશે તેવા ભયના કારણે ગ્રુમિંગ ગેંગ સામે પગલાં લેવામાં નિષ્ફળ ગયાં છીએ તેવો પોલીસનો બચાવ જુઠ્ઠાણું હતો તેના કારણે મુસ્લિમોને બલિનો બકરો બનાવાતા હતા.
મુબીને એવો પણ આરોપ મૂક્યો હતો કે પોલીસ મુસ્લિમ સમાજને ફાર રાઇટ્સ સામે રક્ષણ આપવામાં નિષ્ફળ ગઇ હતી.