લંડનઃ લંડનમાં એક વ્યક્તિના નિધન બાદ મૃતકના નામની સ્પિડિંગ ટિકિટો મોકલાતાં પરિવારને મોટો આઘાત લાગ્યો હતો. 23 ઓગસ્ટ 2023ના રોજ લેસ્ટરશાયર ખાતે એમવન પર એક અકસ્માતમાં 39 વર્ષીય શફિકુલ હૈદરનું નિધન થયું હતું. હૈદર ઇસ્ટ લંડનમાં બાર્કિંગ ખાતે મેથ્સના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક કાઉન્ટીની મુલાકાતે ગયા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. હૈદરના ભાઇએ જણાવ્યું હતું કે, સ્પિડિંગ ટિકિટના કારણે પરિવારની પીડામાં વધારો થયો હતો. અમને નોર્ધમ્પટનશાયર, થેમ્સ વેલી અને મેટ્રોપોલિટન પોલીસ દ્વારા સ્પિડિંગ અંગેની પ્રોસિક્યુશન નોટિસો મોકલી આપવામાં આવી હતી. અમે આ નોટિસો પાછી ખેંચવાની માગ કરી હતી.

