મે મહિનાથી એનર્જી સપ્લાયરો બળજબરીથી પ્રિપેઇડ મીટરો લગાવી શકશે

Tuesday 18th April 2023 13:07 EDT
 

લંડન

ઓફજેમ દ્વારા પ્રિપેઇડ મીટર માટે નવા નિયમો જારી કરાયાં છે જે અંતર્ગત એનર્જી સપ્લાયરે ગ્રાહકને પ્રિપેઇડ મીટર માટે મજબૂર કરતાં પહેલાં તેમના બાકી બિલ ચૂકવવા માટે સમય આપવો પડશે. તે ઉપરાંત એનર્જી સપ્લાયરો 85 વર્ષથી વધુ વયના લોકોના ઘરમાં બળજબરીથી પ્રિપેઇડ મીટર લગાવી શક્શે નહીં. ગંભીર બીમારી ધરાવતા લોકોને પણ આ પ્રકારે પરેશાન કરી શકાશે નહીં. નવા નિયમો મુજબ એનર્જી સપ્લાયરો મે મહિનાથી બળજબરીથી પ્રિપેઇડ મીટરો લગાવી શકશે પરંતુ સપ્લાયરે ઓફજેમને અપડેટેડ કોડની જાળવણી અંગે માહિતી આપતા રહેવું પડશે. ચેરિટી સિટિઝન્સ એડવાઇઝે જણાવ્યું હતું કે, આ નિયમોનું સખ્તાઇથી પાલન થવું જોઇએ. એનર્જી સપ્લાયરો બિલની વસૂલાત કરે તે સાથે નબળી સ્થિતિમાં રહેલા ગ્રાહકોને સંરક્ષણ પણ આપવું જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter