હું લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં લેક્ચરશીપ લેવા માટે સપ્ટેમ્બર ૧૯૬૫માં લંડન આવ્યો. તે પહેલા હું યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં મારપં પીએચ.ડી કરવા અને કેલિફોર્નિયાના બર્કલીમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કામ કરવા માટે અમેરિકામાં હતો. બર્કલીમાં હતો ત્યારે મેં સ્ટુડન્ટ્ મૂવમેન્ટ જોઈ હતી. તેમની માગણી વાણી સ્વાતંત્ર્ય અને બ્લેક અમેરિકન્સ માટે સિવિલ રાઈટ્સ માટે કેમ્પસ બહાર દેખાવો કરવા માટે હક્ક મેળવવાની હતી. હું ઈમિગ્રન્ટ વિઝા પર હતો તે છતાં દેખાવોમાં જોડાયો હતો. વિયેતનામ વોર સામેના દેખાવોમાં પણ હું જોડાયો હતો.
હું સપ્ટેમ્બર ૧૯૭૧માં ઈસલિંગ્ટનના હોલોવે વોર્ડની મારી લોકલ બ્રાન્ચમાં લેબર પાર્ટીમાં જોડાયો. હું પાર્ટીમાં સક્રિય હતો. ચૂંટણી વખતે કેન્વાસિંગ કરતો, વોર્ડ અને મતવિસ્તાર બન્ને સ્તરે યોજાતી મિટીંગમાં હાજરી આપતો હતો. હું વોર્ડનો ચેર અને તે પછી ૧૯૮૬માં લેબર પાર્ટીનો ચેર બન્યો. ૧૯૯૨માં હુ ચેરના હોદ્દેથી નિવૃત્ત થયો ત્યારે તેમણે મને ઈસલિંગ્ટન સાઉથ અને ફિન્સબરી બેઠક લેબર પાર્ટીનો લાઈફટાઈમ પ્રેસિડેન્ટ બનાવ્યો હતો.
૧૯૯૧માં લેબર પાર્ટીએ મને પીઅરેજ માટે નોમિનેટ કર્યો. હું પ્રથમ ‘એશિયન’ લેબર પીઅર હતો. લેબરના પીઅર બનવું સન્માન જેવું અને એક ફરજ સમાન હતું. મેં નીલ કિન્નોકના હાથ નીચે કામ શરૂ કર્યું અને નાની ઉંમરે મૃત્યુ પામેલા જહોન સ્મિથ સાથે ખૂબ નીકટતાપૂર્વક કામ કર્યું. ટોની બ્લેરે અમને જવલ્લે જ મળતી સફળતાનો અનુભવ કરાવ્યો અને અમે ત્રણ ચૂંટણી જીત્યા.
(લોર્ડ મેઘનાદે લખેલા લેખનો આ અંશ છે. સંપૂર્ણ લેખ વાંચવા માટે જુઓ એશિયન વોઈસ અંક તા.૨૮.૧૧.૨૦૨૦ પાન નં. ૮)