મેકેન્ઝી બેઝોસ ફોર્બસની યાદીમાં ૧૫મા ક્રમે

Wednesday 09th October 2019 03:10 EDT
 
 

લંડનઃ ઈતિહાસના સૌથી મોટા ડિવોર્સ સેટલમેન્ટમાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે નવલકથા લેખક અને પૂર્વ પત્ની મેકેન્ઝી બેઝોસને આપેલી ૩૫.૬ બિલિયન ડોલરની રકમથી તે અમેરિકાની ત્રીજા ક્રમની સૌથી સંપત્તિવાન મહિલા બની હતી.

દેશના અતિ ધનાઢ્ય લોકોની ફોર્બસ-૪૦૦ની વાર્ષિક યાદીમાં ૪૯ વર્ષીય નવલકથાકાર બેઝોસ ૨૯.૦૯ બિલિયન પાઉન્ડ (૩૬.૧ બિલિયન ડોલર)ની સંપત્તિ સાથે ૧૫મા ક્રમે છે. ૫૫ વર્ષીય જેફ બેઝોસ ૯૨.૧૧ બિલિયન પાઉન્ડ (૧૧૪ બિલિયન ડોલર)ની સંપતિ સાથે યાદીમાં પ્રથમ સ્થાને છે. જોકે, ગયા વર્ષે તેમની સંપતિ ૧૨૯.૨૫ બિલિયન પાઉન્ડ (૧૬૦ બિલિયન ડોલર) હતી. માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ ૧૦૬ બિલિયન ડોલરની સંપતિ સાથે બીજા ક્રમે છે. ફોર્બસ-૪૦૦ની વાર્ષિક યાદીમાં સમાવિષ્ટ બિલિયોનેર્સની સંયુક્ત સંપત્તિ ૨.૯૬ ટ્રિલિયન ડોલર થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter