મેગનની ગરીબીના જૂઠા દાવાઃ સામન્થાએ બદનક્ષીનો દાવો કર્યો

Wednesday 09th March 2022 04:04 EST
 
 

લંડનઃ ડચેસ ઓફ સસેક્સ મેગન મર્કેલની સાવકી બહેન સામન્થાએ ફ્લોરિડાના ટોમ્પામાં મેગનની વિરુદ્ધ બદનક્ષીનો કાનૂની દાવો દાખલ કરી જ્યૂરી ટ્રાયલની માગણી કરી છે. ઓપ્રાહ વિન્ફ્રેને આપેલા બોમ્બશેલ ઈન્ટરવ્યૂમાં મેગન દ્વારા ‘રંકમાંથી રોયલ્ટી’ શબ્દપ્રયોગ કરાયા સામે વાંધો ઉઠાવતા સામન્થાએ કહ્યું છે કે ડચેસ ગરીબીમાં ઉછરી નથી. પિતા થોમસ મર્કેલે મોંઘા પ્રાઈવેટ અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. બીજી તરફ, મેગનના વકીલે 75,000 પાઉન્ડના આ કાનૂની દાવાને પાયાવિહોણો અને નકામો ગણાવ્યો છે.

ડચેસ ઓફ સસેક્સની બહેન સામન્થાએ કહ્યું હતું કે મેગને તેનો ઉછેર દેખીતી ગરીબીમાં થયો હોવાનું વર્ણન કર્યું હતું તે સદતંર ખોટી વાત છે મેગને તેના અને તેના પિતાની પ્રતિષ્ઠાનો નાશ કરવાનું અભિયાન છેડ્યું હોવાનું પણ કાનૂની દાવામાં જણાવાયું છે. સામન્થાએ મેગનના મિત્ર અને બાયોગ્રાફર ઓમિડ સ્કોબીના ‘ફાઈન્ડિંગ ફ્રીડમ’ પુસ્તકને જૂઠાણાના પુસ્તક ગણાવી આકરા પ્રહારો કર્યા હતા.

સામન્થાએ આક્ષેપ લગાવ્યો છે કે મેગને પોતાની જાતને ગરીબીમાં ઉછેરી છે અને ૧૩ વર્ષની વયથી ગુજરાન ચલાવવા નાના મોટાં કામ કરવા પડ્યા હતા તેવા દાવા કર્યાં છે તેમાં કોઈ તથ્ય નથી. મેગને રોયલ ફેમિલી, મીડિયા અને ટીવી ઈન્ટરવ્યૂઝમાં પોતાની ઉપજાવી કાઢેલી પશ્ચાદભૂ રજૂ કરી છે.સામન્થાએ દાવો કર્યો હતો કે ૪૦ વર્ષીય ડચેસે પોતાના નોર્થવેસ્ટર્ન કોલેજના અભ્યાસ માટે નાણા કમાવવા પડ્યાં નથી. પોતાને કોઈ ભાઈ-બહેન નથી, પરિવાર સાથે સંપર્ક નથી અને તેના પરિવારને સિઝલર્સમાં 4.99 ડોલરનો સલાડ જ પોસાઈ શકે છે સહિતના અનેક દાવાઓ પણ ખોટાં છે તેમ સામન્થાએ કોર્ટના દસ્તાવેજોમાં જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter