મેટ પોલીસવડા સામે ગેરવર્તણુંકની સુનાવણી હાથ ધરાશે

Wednesday 15th December 2021 07:21 EST
 
 

લંડનઃ પોલીસફોર્સની ડ્રગ સ્ટ્રેટેજીનો ભંગ કરનારા લંડન Metના પોલીસ વડા કમાન્ડર જુલિયન બેનેટ સામે તેમણે પોટનું સેવન કર્યું હોવાના દાવા અંગે ગેરવર્તણુંક અંગે સુનાવણી હાથ ધરાશે. તેમણે ફરજ પર ન હોય તેવા સમયમાં ફેબ્રુઆરી ૨૦૧૯ અને જુલાઈ ૨૦૨૦ વચ્ચે કન્ટ્રોલ્ડ ડ્રગ્સ લીધું હોવાનો આરોપ છે.  

તેમણે સેમ્પલ આપવાનો ઈન્કાર કર્યો હતો અને સેમ્પલ ન આપી શકવા માટે ખોટો ખુલાસો આપ્યો હતો. ૪૪ વર્ષથી પોલીસફોર્સમાં ફરજ બજાવતા કમાન્ડર બેનેટે પાછળથી સ્વાસ્થ્યના કારણસર કેનાબીનો ઉપયોગ કર્યો હોવાનું કબૂલ્યું હોવાનું કહેવાય છે.  
વર્ષે ૧૩૬,૦૦૦ પાઉન્ડની આવક ધરાવતા કમાન્ડર બેનેટને ફૂલ પે સાથે ગયા વર્ષના જુલાઈથી મેટના ડિરેક્ટરેટ ઓફ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ દ્વારા તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. તેઓ આગામી ફેબ્રુઆરીમાં તેમની સામેના ગેરવર્તણુંકના ત્રણ કાઉન્ટનો જવાબ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter