લંડનઃ મેટરનિટી કેરમાં વંશીય ભેદભાવ અને અસમાનતા દૂર કરવાની દિશામાં આગળ વધતાં નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટીઓના મિડવાઇફરી અભ્યાસક્રમોમાં હવે એન્ટી-રેસિઝમ તાલીમ અપાશે. દેશમાં અશ્વેત અને વંશીય લઘુમતી સમુદાયની મહિલાઓના વધતા મૃત્યુદરને નિષ્ણાતોએ રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે.
તાજેતરના આંકડા અનુસારશ્વેત મહિલાઓની સરખામણીએ અશ્વેત મહિલાઓના ગર્ભાવસ્થા અથવા સુવાવડ બાદના ગાળામાં મૃત્યુની સંભાવના૩ ગણી વધુ છે. એશિયન મહિલાઓ માટે આ જોખમ ૧.૩ ગણું વધારે છે. તેવી જ રીતે નવજાત શિશુના મોતના મામલામાં શ્વેત બાળકોની તુલનામાં એશિયન બાળકોમાં આ જોખમ ૫૦% વધુ જોવા મળ્યું છે.
નર્સિંગ એન્ડ મિડવાઇફરી કાઉન્સિલ ના ચીફ એક્ઝિક્યુટિવ પોલ રીસ (MBE) એ જણાવ્યું હતું કે, પુરાવા સ્પષ્ટ છે કે મેટરનિટી કેરમાં પ્રવર્તતો વંશીય ભેદભાવ આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. અશ્વેત અને એશિયન મહિલાઓ તથા તેમના બાળકો સાથે થતો ભેદભાવ અસમાનતા સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને તે એક રાષ્ટ્રીય કટોકટી સમાન છે.

