મેટ્રોપોલિટન પોલીસ હવે ડ્રાઇવરોની વંશીયતાની નોંધ નહીં કરે

Wednesday 19th October 2022 04:55 EDT
 

લંડન

મેટ્રોપોલિટન પોલીસે ટ્રાફિક સ્ટોપ દરમિયાન ડ્રાઇવરની વંશીયતાની નોંધ કરવાના નિર્ણય પર યુ ટર્ન લીધો છે. પોલીસની કામગીરીની પારદર્શકતા, જવાબદારી અને વિશ્વસનિયતા માચે મેયર દ્વારા શરૂ કરાયેલા એક્શન પ્લાનને હવે મેટ્રોપોલિટન પોલીસ પડતો મૂકવા જઇ રહી છે. મેટ્રોપોલિટન પોલીસને વંશીયતાને સંલગ્ન કોઇપણ પ્રકારની ખામીની ઓળખ માટે વ્હિકલ સ્ટોપ્સના સેમ્પલ્સની સમીક્ષા કરવા જણાવાયું હતું. પરંતુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી વાહન થોભે નહીં ત્યાં સુધી અમે જાણી શક્તા નથી કે વાહનમાં કોણ છે. તે ઉપરાંત તેમની વિગતો નોંધવામાં અમારા સમયની બરબાદી થાય છે. પાઇલટ પ્રોજેક્ટ દરમિયાન એકઠી કરાયેલી માહિતી અનુસાર રોડ ટ્રાફિકના અપરાધો માટે શ્વેત ડ્રાઇવરોને રોકવાની ઘટનાઓ ઘણી ઓછી હતી. તેમાં કોઇ વંશીય ભેદભાવ સામે આવ્યો નથી. તેથી હવે પોલીસ વંશીય રેકોર્ડ રાખવાનું બંધ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter