લંડનઃ એનએચએસ પર દબાણ ઘટાડવાના પ્રયાસમાં મેદસ્વિતાની સમસ્યાના ઉકેલ માટે સરકાર અને ફૂડ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં પહેલીવાર ભાગીદારી કરવા જઇ રહી છે. ફૂડ મેન્યુફેક્ચરર્સ અને રિટેલર્સ સરેરાશ ડેઇલી ડાયેટમાં સેંકડો કેલેરીનો કાપ મૂકશે.
એકવાર સુપર માર્કેટ્સ એવરેજ ફૂડ બાસ્કેટમાં કેલરીની સંખ્યાનું ફરજિયાત રિપોર્ટિંગ શરૂ કરશે ત્યારબાદ તેમની સાથે ચર્ચા વિચારણા કરી સરકાર કેલરી ટાર્ગેટ નક્કી કરશે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે ડેઇલી ડાયેટમાં 50 કેલરીનો ઘટાડો કરવાથી 3,40,000 બાળકો અને 20 લાખ પુખ્તોને મેદસ્વિતામાંથી બહાર કાઢી શકાશે.
સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, વધુ વજન ધરાવતી દરેક વ્યક્તિ તેના રોજના ખોરાકમાં 216 કેલરીનો ઘટાડો કરે તો મેદસ્વિતા અડધી થઇ શકે છે. 216 કેલેરી એક ફિઝી ડ્રિંકની બોટલ આપે છે.