મેયર સાદિક ખાનને લાધ્યું જ્ઞાનઃ વર્ક ફ્રોમ હોમ સ્ટાફ મોટી સમસ્યા

Friday 21st August 2020 05:07 EDT
 
 

લંડનઃ લોકોને ટ્યૂબથી અળગા રહેવા મહિનાઓ સુધી ચેતવણી આપ્યા પછી લંડનના મેયર સાદિક ખાને પહેલી વખત કબૂલ કર્યું છે કે સેન્ટ્રલ લંડન માટે ઘેર રહી કામ કરતો સ્ટાફ મોટી સમસ્યા છે. મેયર ખાને અગાઉ લોકોને અંડરગ્રાઉન્ડથી દૂર રહેવા લોકોને અનુરોધ કર્યા પછી શક્ય હોય ત્યાં સુધી ઘેર રહીને કામકાજ કરવા અનુરોધ કર્યો હતો. જોકે, હવે તેમણે સ્વીકાર્યું છે કે આનાથી સેન્ટ્રલ લંડન માટે મોટી સમસ્યા સર્જાય છે.

લંડનના મેયર સાદિક ખાને કબૂલ કર્યું છે કે કોરોના વાઈરસનો ડર રાખતી કંપનીઓની ખાલી સિટી ઓફિસીસ અર્થતંત્રને ખતમ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘જો આપણે બધાં ઘેર રહીને કામ કરીશું તો મોટી સમસ્યા છે.’ આ ટીપ્પણી મેયરના વલણમાં બદલાવ સૂચવે છે. તેમણે અગાઉ જણાવ્યું હતું કે વર્કર્સ ઘેર રહીને કામ કરી ન શકતા હોય તો જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. જોકે, લોકોની મુલાકાતો ઘટી જવાથી નાની કંપનીઓ નાદારી તરફ ઘસડાઈ રહી છે ત્યારે તેમણે મોટી કંપનીઓને લંડનથી દૂર રહેવાના નિર્ણય પર ફેરવિચારણા કરવા જણાવ્યું છે.

તેમણે કંપનીઓને કહ્યું હતું કે, ‘તમારા વર્કર્સ કામ પર જાય તેના પર કાફે બાર્સ, ડ્રાય ક્લીનર્સ, શૂ રીપેર શોપ્સ સહિતના નાના બિઝનેસીસ મોટો આધાર રાખે છે. હું લંડનની ઈકો-સિસ્ટમને પ્રેમ કરું છું. હું ખાલીખમ લંડન જોવા ઈચ્છતો નથી. હું મોટા એમ્પ્લોયર્સને કહેવા માગું છું કે લંડન શક્ય તેટલું સલામત બની રહે તે માટે અમે શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છીએ.’

ખાન કોરોના મહામારી દરમિયાન વડા પ્રધાન જ્હોન્સન સાથે શાબ્દિક યુદ્ધમાં ઉતર્યા હતા. તેમના નિવેદનો દેશને ફરી આગળ ધપાવવાના ડાઉનિંગ સ્ટ્રીટના પ્રયાસના વિરોધી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે લંડનવાસીઓ માટે લોકડાઉન ઉઠાવાયું નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો યથાવત છે. તમારે જેટલું બને તેમ ઘેર જ રહેવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter