લંડનઃ 23 કાઉન્સિલની 1600 બેઠકની સાથે સાથે 6 શહેરોના મેયરપદની ચૂંટણી પણ યોજાઇ હતી. કેમ્બ્રિજશાયર એન્ડ પીટરબરો, ડોન્કેસ્ટર, ગ્રેટર લિન્કનશાયર, હલ એન્ડ ઇસ્ટ યોર્કશાયર, નોર્થ ટાયનેસાઇડ અને વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડના મેયરપદની ચૂંટણીમાં લેબર પાર્ટીએ 3 મેયરપદ જાળવી રાખ્યા જ્યારે એકમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રિફોર્મ યુકેના બે ઉમેદવાર મેયરપદ હાંસલ કરવામાં સફળ રહ્યાં જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને એક મેયરપદથી સંતોષ માનવો પડ્યો હતો.
મેયરપદ – વિજેતા – પાર્ટી – પ્રાપ્ત મત
કેમ્બ્રિજશાયર એન્ડ પીટરબરો – પોલ બ્રિસ્ટો – કન્ઝર્વેટિવ – 60,243
ડોન્કેસ્ટર – રોસ જોન્સ – લેબર – 23,805
ગ્રેટર લિન્કનશાયર – એન્ડ્રીયા જેનકિન્સ – રિફોર્મ યુકે – 1,04,133
હલ એન્ડ ઇસ્ટ યોર્કશાયર – લૂક કેમ્પબેલ – રિફોર્મ યુકે – 48,491
નોર્થ ટાયનેસાઇડ – કેરેન ક્લાર્ક – લેબર પાર્ટી – 16,230
વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ – હેલેન ગોડવિન – લેબર પાર્ટી – 51,197