લંડનઃ હવાઇભાડા અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારાના કારણે જુલાઇ માસમાં ફુગાવાનો દર 3.8 ટકા પર પહોંચી ગયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર ફુગાવાનો દર જાન્યુઆરી 2024 પછી સૌથી ઊંચી સપાટી પર પહોંચ્યો છે.
શાળાઓમાં વેકેશનના કારણે આ સમયગાળામાં હવાઇ ભાડાંમાં મોટો વધારો થયો હતો. તે ઉપરાંત માંસ, ચોકલેટ, ઇન્સ્ટન્ટ કોફી અને ફ્રેશ ઓરેન્જ જ્યુસની કિંમતો પણ વધી હતી. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના એક અંદાજ પ્રમાણે સપ્ટેમ્બર સુધીમાં ફુગાવાનો દર 4 ટકા પર પહોંચી શકે છે.

