લંડનઃ નવા શૈક્ષણિક સત્રથી વાલીઓને તેમના સંતાનોના ગણવેશ પાછળ 100 પાઉન્ડ કરતાં વધુની રકમ ખર્ચ કરવી પડશે. એક સરવેમાં જણાવ્યા અનુસાર વાલીઓને પ્રતિ સંતાન 108.59 પાઉન્ડ ખર્ચવા પડશે. વાલીઓનું કહેવું છે કે સૌથી વધુ ખર્ચ જૂતા પાછળ થાય છે. ઘણા વાલીઓને બ્લેઝરની કિંમત વધુ પડતી લાગે છે તો ઘણા સ્ટેશનરીને મોંઘીદાટ ગણાવે છે. સરવે અનુસાર 42 ટકા વાલીઓ હવે આર્થિક બોજો ઘટાડવા સેકન્ડ હેન્ડ ગણવેશ ખરીદવાને પ્રાથમિકતા આપી રહ્યાં છે.
ઘણા વાલીઓ ખર્ચ ઘટાડવા માટે પ્લેઇન ગણવેશ લઇ આવે છે અને તેના પર સ્કૂલનો લોગો જાતે લગાવી દે છે. જેના કારણે તેમના 40 પાઉન્ડની બચત થઇ જાય છે.
સારા જેનના જણાવ્યા અનુસાર શાળાના ગણવેશનો ખર્ચ પરિવારના બજેટ પર દબાણ સર્જે છે. વાલીઓને સેકન્ડ હેન્ડ અથવા તો પ્લેઇન યુનિફોર્મ ખરીદવા પ્રોત્સાહિત કરવા જોઇએ જેથી તેઓ નાણાની બચત કરી શકે.