મોટર વે પર સ્પીડ લિમિટ 100 માઇલ પ્રતિ કલાક કરવા માગ

સરકારે 13 જૂન સુધીમાં વાહનચાલકોના અભિપ્રાય માગ્યા

Tuesday 09th April 2024 11:55 EDT
 

લંડનઃ મોટર વે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સ્પીડ લિમિટ વધારીને 100 માઇલ પ્રતિ કલાક કરવાની માગ પર સરકાર વિચારણા કરી રહી છે અને તે માટે વાહનચાલકોને આ મામલા પર 13 જૂન સુધીમાં અભિપ્રાયા આપવા જણાવવામાં આવ્યું છે. સરકાર સમક્ષ માગ કરાઇ છે કે 60 વર્ષ જૂના નિયમોમાં બદલાવની જરૂર છે. મોટર વે પર સ્પીડ લિમિટમાં વધારો કરવો જોઇએ.

સરકાર સમક્ષ કરાયેલી માગમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મોટર વે પર ડ્યુઅલ કેરેજ વે તૈયાર કરવો જોઇએ જેથી તેમની સ્પીડ 80 માઇલ પ્રતિ કલાક કરી શકાય. હાલની સ્પીડ લિમિટ ઘણી મર્યાદિત છે. 70 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ 58 વર્ષ જૂની છે. આધુનિક વાહનોમાં એડવાન્સ્ડ સેફ્ટી ફીચર્સ હોય છે તેથી સ્પીડ લિમિટમાં વધારો કરી શકાય.

પીટિશનમાં જણાવવામાં આવ્યું છે કે સ્પીડ લિમિટમાં વધારો કરવાથી વાહનોની ગતિમાં સુધારો કરી શકાશે. વાહનચાલકો તેમના નિર્ધારિત સ્થળે ઝડપથી પહોંચી શકશે. હાલની 70 માઇલ પ્રતિ કલાકની સ્પીડ લિમિટ 1967માં અમલી બનાવવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter