મોટા બગીચા ધરાવતા લોકો પાસેથી પાણીના ઊંચા દર વસૂલવા સૂચન

Tuesday 18th July 2023 11:23 EDT
 
 

લંડનઃ થેમ્સ વોટરના વચગાળાના વડા કેથલિન રોસે જણાવ્યું છે કે મોટા બગીચા ધરાવનારા લોકો પાસેથી પાણીના બિલ ઊંચા દરે વસૂલવા જોઇએ. ઓછી આવક ધરાવનારા લોકો કરતાં ઊંચી આવક ધરાવતા લોકો પાસેથી વધુ દર વસૂલીને બ્રિટનની નિષ્ફળ જઇ રહેલી સુવિધાઓમાં સુધારો કરી શકાય.

લંડન એસેમ્બ્લી એન્વાયરમેન્ટ કમિટીની બેઠક બાદ કેથલિન રોસે જણાવ્યું હતું કે, અમે ઊંચી આવક ધરાવતા પરિવારોની આધુનિક સુવિધાઓ પર વિચારણા કરી રહ્યાં છીએ અને તેમાંથી એક વ્યવસ્થા મોટા ગાર્ડન છે. તેથી તેઓ પાણીનો વધુ વપરાશ કરે છે. તેમણે કમિટીમાં જણાવ્યું હતું કે, પાણી માટેના દર વસૂલવાની આ પ્રકારની વ્યવસ્થા પર જરૂર વિચાર થવો જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, જે લોકો નાણા ચૂકવી શકે છે તેમની પાસેથી વધુ દર વસૂલવો જોઇએ અને ઓછી આવક ધરાવતા લોકો પર બોજો નાખવો જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter