મુકેશ અંબાણીની રિલાયન્સ બ્રિટિશ ટેલિકોમમાં બહુમતી હિસ્સો ખરીદવા સક્રિય

Wednesday 01st December 2021 06:19 EST
 
 

અમદાવાદઃ ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટિશ ટેલિકોમ ગ્રૂપ માટે બીડિંગ કરવાની ચકાસણી કરી રહી હોવાના અહેવાલ છે. જેના પગલે બ્રિટિશ ટેલિકોમનો શેરમાં નવ ટકા જેટલો તીવ્ર ઉછાળો નોંધાયો હતો. ઓઈલ-ટુ-ટેલિકોમ કોંગ્લોમરેટ એવી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બ્રિટિશ ટેલિકોમ-પીએલસી માટે ઓફર કરશે એમ અગ્રણી આર્થિક અખબારે ડીલ પર નજીકથી નજર રાખી રહેલા વર્તુળોને ટાંકીને જણાવ્યું હતું. જોકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ અહેવાલને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો. કંપનીએ તેને માત્ર એક અફ્વા સાથે પાયાવિહોણો અહેવાલ ગણાવ્યો હતો.
વર્તુળોના જણાવ્યા અનુસાર અબજોપતિ મુકેશ અંબાણી બીટી જૂથમાં હિસ્સો ખરીદવા માટે ઓફર કરી શકે છે અથવા તો તેમાં બહુમતી હિસ્સો ખરીદવા માટેનો પ્રયાસ કરી શકે છે. માધ્યમના અહેવાલ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બીટીની ફાઇબર ઓપ્ટિક પાંખ ઓપનરિચમાં ભાગીદારીનો પ્રસ્તાવ પણ મૂકી શકે છે તથા તેના વિસ્તરણ પ્લાન્સને ફંડિંગ પૂરું પાડી શકે છે. રિલાયન્સે જોકે આ અહેવાલને લઈને કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. જ્યારે બીટીએ પણ આ અહેવાલ અંગે તત્કાળ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો.
વિશ્વમાં મોટા ટેલિકોમ માર્કેટ્સમાં અંબાણીની કંપની જિયો ઈન્ફોકોમે ૨૦૧૬ની આખરમાં ફ્રી વોઈસ અને કટ-પ્રાઈસ ડેટા ઓફર કરી પ્રવેશ કર્યો હતો. અંબાણીના પ્રવેશે ભારતીય બજારમાં અનેક હરીફે પર માર્કેટમાંથી એક્ઝિટ માટે દબાણ ઊભું થયું હતું. જ્યારે બ્રિટનની વોડાફોનના સ્થાનિક યુનિટ વોડાફોન અને ભારતની આઇડિયાએ જિયો સામે ટકી રહેવા માટે મર્જરનો માર્ગ અપનાવ્યો હતો. ગયા સપ્ટેમ્બર મહિનામાં ટી-મોબાઈલના ડચ યુનિટને ખરીદવાના રિલાયન્સને પ્રયાસને એપેસ અને વોરબર્ગ પિંકસના કોન્સોર્ટિયમે નિષ્ફ્ળ બનાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter