મોડર્ન સ્લેવરીના આરોપની શંકામાં લેન્કેશાયરના કાઉન્સિલર સોહેલ અસગરની ધરપકડ

તપાસના પગલે અસગર ગ્રીન પાર્ટીમાંથી સસ્પેન્ડ

Tuesday 30th December 2025 09:40 EST
 
 

લંડનઃ મોડર્ન સ્લેવરીના આરોપોની શંકામાં લેન્કેશાયર કાઉન્ટીના ગ્રીન પાર્ટીના કાઉન્સિલર સોહેલ અસગરની ધરપકડ કરાઇ છે. ગ્રીન પાર્ટીએ અસગરને સસ્પેન્ડ કરી દીધા છે. લેન્કેશાયર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એકરિંગટનમાં મોડર્ન સ્લેવરીના આરોપ અંગેની તપાસ અંતર્ગત અમે અસગર ઉપરાંત એક 29 વર્ષીય યુવક અને 51 વર્ષીય મહિલા અને 55 વર્ષીય આધેડની ધરપકડ કરી છે. 

અસગર મે 2025માં ગ્રીન પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. સસ્પેન્ડ કરાયા બાદ હવે તેઓ અપક્ષ કાઉન્સિલર રહેશે. કાઉન્ટીના ગ્રીન પાર્ટીના નેતા જિના ડોઉડિંગે જણાવ્યું હતું કે, પોતાની સામે તપાસ ચાલી રહી હોવાથી અસગરે સ્વેચ્છાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તપાસ પુરી ન થાય ત્યાં સુધી તેમનું સસ્પેન્સન જારી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter