મોદીની સાથે મુલાકાત દરમિયાન વેપાર વધારવાના ચોક્કસ પગલાની ચર્ચા તેમ જ તેમણે મોદીને યુકે આવવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો હતો કે કેમ તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો. વડા પ્રધાન કેમરને કહ્યું હતું કે બ્રિટન ભારતમાં દ્વિતીય ક્રમનું સૌથી મોટું રોકાણકાર છે, પરંતુ વેપાર મુદ્દે હજુ ઘણું બધું થઈ શકે છે. અમે ઈયુ-ભારત ફ્રી ટ્રેડ કરારની જરૂર વિશે પણ ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ ગુજરાતમાં જે કરવામાં સફળતા મેળવી તેનું પુનરાવર્તન દેશમાં કરવાની સ્પષ્ટ દૃષ્ટિ તેઓ ધરાવે છે.