મોબાઇલ કંપનીઓની ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર પ્રતિબંધ લદાશે

ફિક્સ્ડ પ્રાઇસ કોન્ટ્રાક્ટમાં અધવચ્ચે કરાતો ભાવવધારો અટકાવવાનો વ્યૂહ

Tuesday 20th June 2023 12:44 EDT
 

લંડનઃ બ્રોડબેન્ડ અને મોબાઇલ કંપનીઓ દ્વારા અપાતી ફિક્સ્ડ પ્રાઇસ કોન્ટ્રાક્ટની ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર પ્રતિબંધ મૂકાશે. કંપનીઓ ફિક્સ્ડ પ્રાઇસ કોન્ટ્રાક્ટની જાહેરાતોમાં ગ્રાહકોને અધવચ્ચે કિંમતોમાં વધારો કરાશે તેવી ચેતવણી આપતી ન હોવાના કારણે આ પગલું લેવામાં આવી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી બ્રોડબેન્ડ અને મોબાઇલ કંપનીઓ ફિક્સ્ડ પ્રાઇસ કોન્ટ્રાક્ટમાં અધવચ્ચે જ ફુગાવાનો હવાલો આપીને કિંમતોમાં વધારો કરતી આવી છે. કેટલાક કિસ્સામાં તો આ ભાવવધારો 14થી 17 ટકા જેટલો રહેતો હતો. એપ્રિલ મહિનામાં બીટી અને વોડાફોને ફુગાવાનો હવાલો આપીને કિંમતોમાં વધારો કરી દીધો હતો.

એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની સિસ્ટર બોડી કમિટીઝ ઓફ એડવર્ટિઝિંગ પ્રેકટિસે જણાવ્યું છે કે તે જે જાહેરાતોમાં આ બાબત સ્પષ્ટ કરેલી નહીં હોય તેના પર પ્રતિબંધ લાદી દેવાશે. ડિસેમ્બર મહિનાથી પૂર્ણ સમયની કિંમતનો હવાલો આપીને કોન્ટ્રાક્ટમાં અધવચ્ચે જકિંમતોમાં વધારો કરતી જાહેરાતોને સ્વીકારાશે નહીં.

કમિટીએ જણાવ્યું હતું કે, કિંમતના દાવાઓ માટે ગ્રાહકોને સાવચેત કરતી યોગ્ય માહિતી આપવી પડશે કે કોન્ટ્રાક્ટની મધ્યમાં પણ કિંમતોમાં વધારો થઇ શકે છે. કમિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં લદાનારા કોઇપણ પ્રકારના ભાવવધારાની મહત્ત્વની માહિતી ગ્રાહકો સુધી પહોંચવી જ જોઇએ. જેથી ગેરમાર્ગે દોરતી જાહેરાતો અટકાવી શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter