લંડનઃ વર્ષ 2013માં વર્ક મોબાઇલ ફોન ચોરાઇ ગયો હોવાની પોલીસને ખોટી માહિતી આપવાના અપરાધમાં પોતાને દોષી માનતા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી લૂઇસ હેયે સ્ટાર્મર કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું છે. વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, હું આપણા રાજકીય પ્રોજેક્ટ માટે સંપુર્ણપણે પ્રતિબદ્ધ છું પરંતુ હું સરકારની બહાર રહીને કામ કરું તે સૌથી યોગ્ય ગણાશે.
લૂઇસ સ્ટાર્મર કેબિનેટમાંથી રાજીનામુ આપનારા પ્રથમ મંત્રી છે. તેમણે સ્વીકાર્યું હતું કે, ફોન ચોરાયો ન હોવા છતાં મેં પોલીસને જણાવ્યું હતું કે ફોન ખોવાઇ ગયો છે. આ મારી ભૂલ હતી. મને વકીલ દ્વારા સલાહ અપાઇ હતી કે હું પોલીસની પૂછપરછમાં કશું ન જણાવું. લૂઇસ વર્ષ 2015માં સાંસદ તરીકે ચૂંટાયા તેના 6 મહિના પહેલાં પોલીસમાં મોબાઇલ ફોન ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હતી.


