મોબાઈલ બેન્કિંગઃ સેલ્ફી ખેંચો અને ICICI Bank UKમાં કરન્ટ એકાઉન્ટ ખોલાવો

Wednesday 25th September 2019 02:53 EDT
 

લંડનઃ ઓનલાઈન બેન્કિંગ તરફ નવા કદમમાં ICICI Bank UK PLC દ્વારા ડિજિટલ પદ્ધતિએ ખાતું ખોલાવવાની સુવિધા લોન્ચ કરતી જાહેરાત કરાઈ છે. યુનાઈટેડ કિંગ્ડમ (UK)માં ભારતીય બેન્ક દ્વારા આ પ્રકારની સૌપ્રથમ સુવિધા ગ્રાહકોને બેન્કની મોબાઈલ એપ્લિકેશનના ઉપયોગથી તેમના અંગત કરન્ટ એકાઉન્ટ્સ ખોલવામાં મદદ કરશે. આ સુવિધા બિનનિવાસી ભારતીયો NRI- (ભારતીય અથવા બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા) અને યુકેમાં કામ કરવા આવતા પ્રવાસી ભારતીયો (ભારતીય પાસપોર્ટ ધરાવતા)ને App Storeમાંથી ‘ICICI Bank UK iMobile’ એપ્લિકેશન ડાઉનલોડ કરીને કરન્ટ એકાઉન્ટ ખોલવામાં મદદ કરશે.

ગ્રાહકોએ હવે બ્રાન્ચની મુલાકાત લેવી નહિ પડે અને તમામ દસ્તાવેજી કાર્યવાહી ઈલેક્ટ્રોનિકલી કરવામાં આવશે, જેથી એકાઉન્ટ તત્કાળ એક્ટિવેટ થઈ જશે અને ગ્રાહકોને તત્કાળ ટ્રાન્ઝેક્શન્સ કરવાની સુવિધા પણ મળી જશે. ગ્રાહકોને થોડાં જ દિવસમાં યુકે અથવા ભારતમાં તેમના પત્રવ્યવહારના સરનામે કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ મળી જશે અને તેઓ ભારતમાં ICICI બેન્કની કોઈ પણ શાખામાં ૨૪ કલાક અને સાતેય દિવસ (૨૪x૭) તત્કાળ નાણા મોકલાવી શકશે.

ICICI Bank UK PLC ના એમડી અને સીઈઓ શ્રી લોકનાથ મિશ્રાએ જણાવ્યું હતું કે,‘ICICI બેન્ક ડિજિટલ ઈનોવેશન્સમાં પ્રણેતા બની રહેવામાં અને તેના ગ્રાહકોને હંમેશાં વિશ્વસ્તરીય બેન્કિંગ અનુભવ આપવામાં ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરતી આવી છે. અમે અમારા કસ્ટમર્સ સાથે સંપર્ક અને સંવાદ સુધારવામાં ડિજિટલ પદ્ધતિથી કરન્ટ એકાઉન્ટ ખોલવાની શરૂઆત કરી છે.

‘આ અનોખી દરખાસ્ત ગણતરીની મિનિટોમાં એકાઉન્ટ ખોલવાના નવા યુગની અગ્રેસર બની રહેશે, જે થોડા દિવસો અગાઉની સરખામણીએ નોંધપાત્ર સુધારો છે. અમે માનીએ છીએ કે વ્યક્તિઓ તેમનો બેન્કિંગ ભાગીદાર શોધતા હોય ત્યારે બેન્કિંગની સરળતા ચાવીરુપ પરિબળ બની રહે છે.’

‘ICICI Bank UK iMobile’ને એન્ડ્રોઈડ તેમજ iOS આધારિત સ્માર્ટફોન્સમાં ડાઉનલોડ કરી શકાય છે.

ICICI Bank UK iMobile’ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું માર્ગદર્શનઃ

• એપ ડાઉનલોડ કરો અને ઈ-મેઈલ આઈડી, પાસવર્ડ જેવી પાયાની વિગતો ભરો

• પાસપોર્ટનું પ્રથમ પેજ કેપ્ચર કરોઃ આ એપ અત્યાધુનિક ‘Optical Character Recognition’ (OCR) ટેકનોલોજીથી સજ્જ છે જે દસ્તાવેજોમાં લખાયેલાં અક્ષરોને ઓળખી શકે છે.

• સેલ્ફી ખેંચો અને મોકલી આપો

• તમારું કરન્ટ એકાઉન્ટ તત્કાળ પાસવર્ડ અને મોબાઈલ PIN સાથે એક્ટિવેટ થઈ જશે. હવે તમે તત્કાળ આ એકાઉન્ટનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો.

• કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ કસ્ટમરના યુકે અથવા ભારતમાં તેમના પત્રવ્યવહારના સરનામે મોકલવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter