મોરિશિયસને ચાગોસ ટાપુઓ સોંપવા સામે માલદિવ્સનો ઉગ્ર વિરોધ

ચાગોસ ડીલમાં માલદિવ્સના હિતોને નજરઅંદાજ કરાયા હોવાનો આરોપ

Tuesday 31st March 2026 10:28 EDT
 
 

લંડનઃ મોરિશિયસને ચાગોસ ટાપુઓ સોંપી દેવાના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરના નિર્ણયને સ્વીકારવાનો માલદિવ્સે ઇનકાર કરી દીધો છે. અમેરિકા અને યુકેના સંયુક્ત લશ્કરી થાણા ડિયેગો ગાર્શિયાના ભાવિ મુદ્દે આમ પણ અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન સ્ટાર્મરની સતત ટીકા કરી રહ્યાં છે તેવા સમયમાં માલદિવ્સના આ વલણે આ કરારને વધુ એક ફટકો મારવાનું કામ કર્યું છે.

માલદિવ્સે હવે આ મામલામાં કાયદાકીય પગલાં લેવાની પણ ધમકી આપી છે. માલદિવ્સના પ્રમુખ મોહમ્મદ મુઇઝીની કચેરીએ જણાવ્યું હતું કે, પ્રમુખે યુકે અને મોરિશિયસ સમક્ષ લેખિતમાં વાંધા રજૂ કર્યા છે અને ગયા વર્ષે યુકેના તત્કાલિન વિદેશ પ્રધાન ડેવિડ લેમીને ફોન કરીને આ મામલો ઉઠાવ્યો હતો. અમે અમારા વાંધાઓમાં અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. મોરિશિયસ સાથે મળીને બ્રિટિશ સરકાર દ્વારા લેવાયેલો નિર્ણય ચિંતાજનક છે કારણ કે માલદિવ્સના હિતો અંગે અમારી સાથે કોઇ ચર્ચા કરાઇ નથી.

પ્રમુખની કચેરીએ જણાવ્યું હતું કે, અમારું વલણ માલદિવ્સ સાથેના ઐતિહાસિક અને વહીવટી સંબંધો પર આધારિત છે. આ પ્રકારના હસ્તાંતરણની માલદિવ્સની સ્વાયત્તતા પર નોંધપાત્ર અસરો પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter