મોર્ગેજ માર્કેટમાં અંધાધૂંધી, સરેરાશ રેટ 6 ટકા નજીક પહોંચ્યા

26 લાખ મોર્ગેજ ધારકોને હજારો પાઉન્ડ ખિસ્સામાંથી હળવા કરવા પડશે

Tuesday 13th June 2023 13:23 EDT
 
 

લંડનઃ બે વર્ષની ફિક્સ્ડ ડીલ માટેના મોર્ગેજ રેટમાં ફરી એકવાર વધારો કરાતાં હવે મોર્ગેજ રેટ 6 ટકા નજીક પહોંચી ગયાં છે. તેની સાથે મોર્ગેજની સંખ્યાબંધ પ્રોડક્ટમાં ઘટાડો કરી દેવાયો છે. તેના કારણે બ્રિટનના 26 લાખ મોર્ગેજ હોલ્ડરોને આગામી વર્ષના અંત સુધીમાં મોર્ગેજ પેટે હજારો પાઉન્ડ વધારાના ચૂકવવા પડશે.

નવા બે વર્ષ માટેના એવરેજ મોર્ગેજ રેટ 5.83 ટકાથી વધારીને 5.86 ટકા કરી દેવાયાં છે જે ગયા સોમવારે 5.72 ટકા અને એક મહિના પહેલાં 5.33 ટકા હતો. પાંચ વર્ષની મોર્ગેજ ડીલના એવરેજ રેટ પણ 5.48 ટકાથી વધારીને 5.51 ટકા કરી દેવાયો છે જે ગયા સોમવારે 5.41 ટકા અને એક મહિના પહેલાં 5.03 ટકા હતો.

મની ફેક્ટ્સના જણાવ્યા અનુસાર ગયા શુક્રવારે 5056 મોર્ગેજ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હતી જે ઘટીને 4952 પર આવી ગઇ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી મોર્ગેજ માર્કેટમાં અંધાધૂંધી પ્રવર્તી રહી છે જેના કારણે મોર્ગેજ રેટમાં સતત વધારો થઇ રહ્યો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વર્ષના અંત સુધીમાં વ્યાજદર 5.5 ટકા કરાય તેવી સંભાવના છે. હાલ બેન્ક ઓફ ઇંગ્લેન્ડનો વ્યાજદર 4.5 ટકા પર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter