છોકરાઓના નામમાં સૌથી લોકપ્રિય નામ ઓલિવર હતું, પરંતુ મોહમ્મદ નામે ૨૭ ક્રમ કુદાવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. ૨૦૧૪માં સૌથી લોકપ્રિય ૧૦૦ નામની યાદીમાં અરેબિક નામ સૌથી વધુ ઊછાળો જોવાં મળ્યો છે. ઓમર, અલી અને ઈબ્રાહીમ ઉપરાંત, ભારતીય નામ આરવ પણ આ યાદીમાં સ્થાન ધરાવે છે. છોકરીઓના નામમાં મરિયમ નામે ૫૯ ક્રમ કૂદાવી ૩૫મું, જ્યારે નૂર નામની નવી એન્ટ્રીએ ૨૯મું સ્થાન મેળવ્યું છે.
સિટિઝનશિપની પરીક્ષામાં પણ ઠગબાજી
લંડનઃ યુકે નાગરિકતાની પરીક્ષામાં પણ ઠગબાજી ચાલતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અન્ય વ્યક્તિના બદલે સિટિઝનશિપની પરીક્ષા આપવા બેઠેલા વાસીમ હુસૈનને ઈમિગ્રેશન અધિકારીઓએ શંકા જતા પડકાર્યો ત્યારે તેણે પોતાનો બનાવટી પાકિસ્તાની પાસપોર્ટ ચાવી ગળે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ પરીક્ષામાં બેસવા માટે વાસીમને ૩૦૦ પાઉન્ડ ચૂકવનારી વ્યક્તિની ભાળ મળી નથી. જોકે, ડર્બી ક્રાઉન કોર્ટે યુકેના ઈમિગ્રેશન નિયમોની અવહેલના કરવા બદલ વાસીમને આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી. વેસ્ટ મિડલેન્ડ્સ એમ્બ્યુલન્સ સર્વિસ માટે કામ કરતા ૨૬ વર્ષીય હુસૈને ઈમિગ્રેશન અધિકારીઓને જણાવ્યું હતું કે, બર્મિંગહામમાં મોબાઈલ ફોન શોપમાં પણ તે વીકએન્ડ્સમાં કામ કરે છે, ત્યાં ઝફર મહમૂદ નામની વ્યક્તિએ તેના વતી સિટિઝનશિપની પરીક્ષા આપવા માટે ૩૦૦ પાઉન્ડ ઓફર કર્યા હતા.

