મોહમ્મદ બશીરને લશ્કરી બેઝ પર હુમલાના કાવતરા બદલ આજીવન કેદ

બશીરે માન્ચેસ્ટર સિનેગોગના હુમલાખોર સાથે મળીને આતંકી હુમલાની યોજના બનાવી હતી

Wednesday 29th July 2026 08:50 EDT
 
 

લંડનઃ માન્ચેસ્ટરના સિનેગોગ હુમલો કરનાર શખ્સ સાથે મળીને બ્રિટિશ લશ્કરી બેઝ પર આતંકી હુમલાનું કાવતરું ઘડનારા 31 વર્ષીય મોહમ્મદ બશીરને લઘુત્તમ 17 વર્ષની મુદત સાથે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

બશીરે 14 ઓગસ્ટ 2025ના રોજ ઓક્સફર્ડશાયર સ્થિત યુકે ડિફેન્સ એકેડેમીની રેકી કરવા પોતાના મિત્ર જેહાદ અલ-શામીને 10 કલાકની રાઉન્ડ-ટ્રિપમાં ડ્રાઇવ કરી પહોંચાડ્યો હતો. તેના થોડા અઠવાડિયા પછી 35 વર્ષીય અલ-શામીએ હીટન પાર્ક સિનેગોગ પર હુમલો કર્યો હતો, જેમાં બે યહૂદી પુરુષો માર્યા ગયા હતા. બાદમાં પોલીસ ગોળીબારમાં અલ-શામી ઠાર થયો હતો.

બશીરને આતંકવાદી કૃત્યની તૈયારી કરવાના ગુનાની કબૂલાત કર્યા બાદ માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી. અદાલતે જણાવ્યું હતું કે, બશીર કટ્ટર જેહાદી બની ચૂક્યો હતો. બશીર અને અલ-શામી બંને બ્રિટિશ લશ્કરી લક્ષ્યાંક પર આત્મઘાતી હુમલો કરવા માગતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter