મ્યુનિચમાં હોવા છતાં લંડનમાં હોવાનું જુઠ્ઠાણું ચલાવનાર સોલિસિટરની હકાલપટ્ટી

Tuesday 13th January 2026 10:17 EST
 

લંડનઃ લેસ્ટર કાઉન્ટી કોર્ટમાં વર્ષ 2023માં એક કેસની સુનાવણી દરમિયાન લંડનથી 700 માઇલ દૂર હોવા છતાં પોતે લંડનમાં છે અને રિમોટલી સુનાવણીમાં હાજર થઇ રહ્યો છે તેવું જજ સમક્ષ જુઠ્ઠાણું ચલાવનાર સોલિસિટરની હકાલપટ્ટી કરાઇ છે. એક ફેમિલી કેસમાં એક કલાકની સુનાવણી દરમિયાન પ્રિયંક તન્વરે પોતે કયા સ્થળે છે તે અંગે જુઠ્ઠાણું ચલાવ્યું હતું.

સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, 16 વર્ષથી લીગલ પ્રોફેશનમાં રહેલા તન્વર લંડનની કાયદા કંપની માટે કામ કરતા હતા અને એક પિતા વતી સુનાવણીમાં હાજર થયા હતા. તેમણે કોર્ટ ક્લાર્ક, માતા વતી હાજર રહેલા પ્રતિનિધિઓ, ભાષાંતર કરનાર અને પોતાના ક્લાયન્ટને જણાવ્યું હતું કે, હું વિદેશમાં છું. જ્યારે જજને કહ્યું હતું કે હું લંડનમાં ઇલિંગ ખાતે છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter