યંગ પ્રોફેશનલ સ્કીમ અંતર્ગત ભારતીયો 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી અરજી કરી શકશે

Wednesday 08th February 2023 06:34 EST
 

લંડન - ભારત અને યુકે દ્વારા શરૂ કરાયેલી યંગ પ્રોફેશનલ વિઝઆ સ્કીમ અંતર્ગત બ્રિટિશ સરકારે અરજીઓ આમંત્રિત કરી છે. યોગ્યતા ધરાવતા અરજદારો 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી અરજી કરી શકશે. યંગ પ્રોફેશનલ સ્કીમ 18થી 30 વર્ષના સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા ભારતીય નાગરિકો માટે છે. અરજીઓમાંથી રેન્ડમલી અરજીઓ પસંદ કરાશે અને પસંદ કરાયેલા ઉમેદવારે વિઝા અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત 3000 ભારતીય યુવા પ્રોફેશનલને બે વર્ષ માટે યુકેના વર્ક વિઝા આપવામાં આવશે. નવેમ્બર 2021માં બાલી ખાતે યોજાયેલી જી-20 શિખર બેઠકમાં બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાને લીલી ઝંડી બતાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter