લંડનઃ યુકેની અગ્રણી બ્રાન્ડ બોમ્બે હલવા લિ. (યુકે) ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે યતીન કોટકની નિમણુંક કરવામાં આવી હતી. ગઈ પાંચમી ઓક્ટોબરે નિમણુંક થયા બાદ કોટકે જણાવ્યું કે કંપની સાથે જોડાઈને તેમને ખૂબ આનંદ થયો છે. તેઓ બોમ્બે હલવાની ટીમ સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે ઉમેર્યું કે તેઓ સાથે મળીને કંપનીના સ્થાપક સ્વ. સર ગુલામ નૂનનું વિઝન સાકાર કરવા પર ધ્યાન આપી રહ્યા છે. યતીન કોટકનું વાણિજ્યિક કૌશલ્ય, ગ્રાહકો, વપરાશકારો અને સપ્લાયરની જરૂરિયાતો શું હોઈ શકે તેની તેમને ઉંડી સમજ છે. ઓસ્ટ્રેલિયાની ફૂડ ઈન્ડસ્ટ્રીમાં કાર્ય કરવાનો તેમની પાસે બહોળો અનુભવ છે. કંપનીના ડેપ્યૂટી મેનેજિંગ ડિરેક્ટર શબ્બીર કાચવાલા નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ભૂમિકા સંભાળશે.
કંપનીના ચેરમેન અને સ્થાપક લોર્ડ ગુલામ નૂનની દીકરી ઝીનત નૂને જણાવ્યું હતું કે કંપનીમાં કોટકની નિમણુંક થતાં કંપનીના ઈતિહાસમાં એક નવું અધ્યાય ઉમેરાશે અને આગામી વર્ષોમાં કંપની ઘણી પ્રગતિ કરશે.