પ્રિય વાચો મિત્રો,
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા સર્વે લવાજમી ગ્રાહક મિત્રોને તેઅો આ દેશમાં આવ્યા તે સમયના તેમના પરિવારની સાથેના ફોટોગ્રાફ અને આજની તારીખે તેમના પરિવારના સદસ્યો સાથેના ફોટોગ્રાફ તેમના આગમન વખતની અને અત્યારની પરિસ્થિતી અંગેની જરૂરી માહિતી સાથે મોકલવા નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આપના આ સાપ્તાહિકો દ્વારા મોટી સંખ્યામાં અહિં સ્થાયી થયેલા પરિવારોના ઇતિહાસની માહિતી એકત્રીત કરવામાં આવી રહી છે અને સૌ લવાજમી ગ્રાહકોને તેમની માહિતી ઇંગ્લીશમાં ૬૦૦ શબ્દોની મર્યાદામાં ફોટો સાથે મોકલવાની રહેશે. 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર'ના સર્વ લવાજમી ગ્રાહકો માટે કોઇ જ ચાર્જ લેવામાં આવશે નહિં.
અમે આશા રાખીએ છીએ કે અમારી આ પહેલને સર્વે વાચક મિત્રો આનંદથી આવકાર આપી આ તકને ઝડપી લેશે. જેના ફળસ્વરૂપે આપણી યુવા પેઢીને તેમના વડિલો અને પરિવારે આ દેશમાં સ્થાયી થવા માટે કેવી તકલીફો સહન કરી હતી તેની માહિતી મળી રહેશે.
આપના દ્વારા મોકલવામાં આવેલી તમામ માહિતી 'એશિયન વોઇસ'માં રજૂ થશે.
સીબી પટેલ
તંત્રી - પ્રકાશક.

