યુએસ કંપની દ્વારા યુકે જીપી પ્રેક્ટિસ ટેકઓવરનો મામલો કોર્ટ હસ્તક

Tuesday 08th February 2022 15:07 EST
 

લંડનઃ યુકેના સૌથી મોટા જીપી પ્રેક્ટિસ ઓપરેટરોમાં એક AT Medicsને યુએસ હેલ્થકેર જાયન્ટ સેન્ટેન કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયાનો મુદ્દો જ્યુડિશિયલ રીવ્યૂ માટે હાઈ કોર્ટમાં ગયો છે. જીપી પ્રેક્ટિસ હસ્તગત કરાવાને છુપી રીતે NHSના ખાનગીકરણના પગલા તરીકે જોવાય છે. NHS કેમ્પેઈન ગ્રૂપ્સ અને યુનાઈટ યુનિયન દ્વારા સંયુક્તપણે ન્યાયિક સમીક્ષાની માગણી કરવામાં આવી છે.

યુકેના સૌથી મોટા જીપી પ્રેક્ટિસ ઓપરેટરોમાં એક AT Medicsના ટેકઓવરનો મામલો હાઈ કોર્ટમાં ન્યાયિક સમીક્ષા માટે લઈ જવાયો છે. લંડનમાં મંગળવાર અને બુધવારે તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

એક વર્ષ અગાઉ સેન્ટેનની યુકે સબસિડિયરી કંપની ઓપેરોઝ હેલ્થ દ્વારા ૨૦૦૪માં સ્થાપિત ખાનગી જીપી પ્રેક્ટિસ AT Medics હસ્તગત કરાઈ હતી. આ પ્રેક્ટિસ ગ્રૂપ લંડનમાં ૪૯ સ્થળોએ ૩૭ GP પ્રેક્ટિસીસનું સંચાલન કરતું હતું. આ ગ્રૂપ હવે ૬૭ જીપી પ્રેક્ટિસીસમાં ૫૭૦,૦૦૦ પેશન્ટ્સને સેવા આપે છે અને ૩૫૦ GP સહિત ૧૫૦૦ હેલ્થકેર પ્રોફેશનલ્સ તેની નોકરીમાં છે. જીપી પ્રેક્ટિસીસ ઉપરાંત, યુએસ કંપની સેન્ટેનના યુકેના હિતોમાં બ્રિટનના સૌથી મોટા ખાનગી હોસ્પિટલ ઓપરેટર્સમાં એક સર્કલ હેલ્થ ગ્રૂપનો પણ સમાવેશ થાય છે.

NHS પેશન્ટ અને ઈઝ્લિંગ્ટનના કાઉન્સિલર અંજના ખુરાના દ્વારા લવાયેલી જ્યુડિશિયલ રીવ્યૂની વિનંતીને કેમ્પેઈન ગ્રૂપ્સ અને યુનાઈટ યુનિયનના ફંડરેઈઝરમાં ૭૭,૦૦૦ પાઉન્ડથી વધુ રકમની નાણાકીય સહાય મળી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter