લંડનઃ કેનેડામાં જી-7 શિખર સંમેલનની સાથે સાથે વડાપ્રધાન કેર સ્ટાર્મર અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર કરાર પર હસ્તાક્ષરની ઘોષણા કરી હતી. આ અંતર્ગત અમેરિકામાં બ્રિટિશ નિકાસો પરનો ટેરિફ ઘટીને 10 ટકા થશે. જોકે સ્ટીલ પરનો 25 ટકા ટેરિફ યથાવત રહેશે. જોકે જાહેરાત દરમિયાન ટ્રમ્પે બ્લેક ફોલ્ડર ખોલતાંની સાથે તેમાંથી કેટલાંક દસ્તાવેજો જમીન પર પડ્યાં હતાં જેને સ્ટાર્મરે ઝૂકીને ઉઠાવ્યા અને અમેરિકી પ્રમુખને સોંપ્યાં હતાં.