યુકે ઇરાન યુદ્ધમાં સંડોવાવા માગતો નથીઃ સ્ટાર્મરનો ટ્રમ્પને સણસણતો જવાબ

મને કેટલાક દેશોએ હતાશ કર્યો છે, હું યુકેના વલણથી ખુશ નથીઃ ટ્રમ્પ

Tuesday 17th March 2026 11:52 EDT
 
 

લંડનઃ હોર્મુઝની ખાડીને ઇરાનના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે સાથી દેશોને યુદ્ધ જહાજો મોકલી આપવા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અપીલને વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ફગાવી દેતાં જણાવ્યું હતું કે, યુકે મીડલ ઇસ્ટના યુદ્ધમાં સંડોવાવા માગતો નથી. હું આ યુદ્ધનો જેમ બને તેમ ઝડપથી અંત આવે તેમ ઇચ્છુ છું.

સ્ટાર્મરે ચેતવણી ઉચ્ચારી હતી કે આ યુદ્ધ જેટલું લાંબુ ખેંચાશે તેટલી ઘરઆંગણાની મુશ્કેલીઓમાં વધારો થશે તેથી ઇરાન સાથે મંત્રણા કરીને યુદ્ધનો અંત લાવવો જોઇએ. હું હોર્મુઝની ખાડી માટેના સહિયારા પ્લાનમાં સામેલ થવાની ઇચ્છા રાખતો હતો પરંતુ કોઇ નિર્ણય લેવાયો નથી. યુકે ફક્ત એન્ટી માઇન ડ્રોન તહેનાત કરી શકે છે પરંતુ તે સરળ નથી. અમે સાથી દેશો સાથે મળીને યોગ્ય યોજના માટે કામ કરી રહ્યાં છીએ.

સ્ટાર્મરના જવાબથી અકળાયેલા ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું યુકેના વલણથી ખુશ નથી. તેમણે હોર્મુઝની ખાડી ખુલ્લી મૂકવા માટેના પ્રયાસોમાં સ્વેચ્છાએ સામેલ થવું જોઇએ. મને કેટલાક દેશોએ ઘણો હતાશ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter