યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા ટન્ગ્સ ઓન ફાયર ફ્લેમ એવોર્ડ્સ જાહેર

મ્યુઝિક માટે બિડ્ડુને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, જર્નાલિઝમ એક્સલન્સ માટે શોભા ડે સન્માનિત

Saturday 31st May 2025 05:20 EDT
 
 

ભારતીય ઉપખંડની બહાર વિશ્વનો સૌથી લાંબો સમય ચાલતો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ – યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ છે. લંડનમાં રિવરસાઇડ સ્ટુડિયો ખાતે 11 મે રવિવારના રોજ 27મી એડિશનમાં ભવ્ય સમારોહ દરમિયાન ટન્ગ્સ ઓન ફાયર ફ્લેમ એવોર્ડ્સના વિજેતાઓ જાહેર કરાયાં હતાં. ઘણા વર્ષોથી યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા સાઉથ એશિયન મહિલા કેન્દ્રિત સિનેમા અને ફિલ્મમાં કામ કરતી ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન મહિલાઓને સન્માનવામાં આવે છે.
આ પ્રસંગે યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલના સ્થાપક અને ડિરેક્ટર ડો. પુષ્પિન્દર ચૌધરી- એમબીઇએ જણાવ્યું હતું કે, તમામ અવરોધો પાર કરીને આંતરરાષ્ટ્રીય ફિલ્મ કસબીઓ સાથે મળીને બ્રિટિશ એશિયન ટેલેન્ટે આપેલા યોગદાનને બિરદાવીએ છીએ. અમે તમામ સમુદાયો અને બિઝનેસો દ્વારા મળેલા સહકારથી ઘણા ગદગદ છીએ. તે અમને યાદ અપાવે છે કે આજના વિશ્વમાં સ્ટોરી ટેલિંગ એક મજબૂત બંધન છે. સિનેમા આપણો અરીસો અને ઔષધ પણ છે.
યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલના ક્રિએટિવ ડિરેક્ટર સમીર ભામરાએ જણાવ્યું હતું કે, યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ સતત પાંગરી રહ્યો છે કારણ કે તે તમામ સમુદાયોને સાંભળે છે અને પ્રતિબિંબિત કરે છે. અમે એવી અસામાન્ય ટેલેન્ટના સાક્ષી બન્યાં છીએ જે તમામ
સરહદો પાર કરીને બેધડક માનવીય કહાનીઓ રજૂ કરે છે.
ટન્ગ્સ ઓન ફાયર ફ્લેમ એવોર્ડ મહત્વના વિજેતાઓ
• ગોલ્ડન ફ્લેમ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ ફોર મ્યુઝિક – બિડ્ડુ
• ગોલ્ડન ફ્લેમ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન સિનેમા, કલ્ચર એન્ડ જર્નાલિઝમ – શોભા ડે
• ગોલ્ડન ફ્લેમ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ ઇન ફિલ્મ એન્ડ ટીવી – યાવર અબ્બાસ
• ગોલ્ડન ફ્લેમ એવોર્ડ ફોર પ્રોડ્યુસિંગ પાવરફૂલ નેરેટિવ્ઝ – બોબી બેદી
• ફ્લેમ એવોર્ડ ફોર મેકિંગ વેવ્ઝ ઇન્ટરનેશનલી – સંધ્યા સૂરી (‘સંતોષ’ ફિલ્મ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter