યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘Gandhi & Co.’નું સ્ક્રીનિંગ કરાશે

Wednesday 27th April 2022 06:58 EDT
 
 

લંડનઃ યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં રિચ મિક્સ ખાતે શનિવાર, 7 મેના રોજ સાંજે 5 વાગ્યે પ્રેરણાદાયક ફિલ્મ ‘Gandhi & Co.’નું સ્ક્રિનિંગ કરવામાં આવનાર છે.

કાઉન્સિલર મીનાબહેન પરમાર પરિચય અને ઉદ્ઘોષકની કામગીરી બજાવશે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલ ભારતની આઝાદીની ચળવળ અને ગાંધીજીની પશ્ચાદભૂ અને તેમના ઉપદેશો વિશે ઓડિયન્સને માહિતગાર કરશે. ફિલ્મના સ્ક્રિનિંગ પછી મીનાબહેન અને સી.બી. ઓપન ઓડિયન્સની ચર્ચાની યજમાની કરશે. ડો. પુષ્પીન્દર ચૌધરી વધુ માહિતી, વર્ણન સાથે ફિલ્મ નિહાળવાની લિન્ક પણ આપશે.

ફિલ્મ ‘Gandhi & Co.’ના સ્ક્રીનિંગમાં ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર મહેશ દાનાન્નાવાર તેમજ ફિલ્મમાં અભિનયના અજવાળા પાથરનારી ભારતથી આવેલી ટીમ પણ ઉપસ્થિત રહેશે. ભારતની આઝાદીના 75 વર્ષના સંદર્ભે આ ગુજરાતી ભાષામાં ફિલ્મનું પ્રદર્શન પરિવાર સાથે માણવાલાયક બની રહેશે. 11-11 વર્ષનાં બે તોફાની છતાં, હોંશિયાર બાળકો મિન્ટુ અને મિત્રા ઘણા તોફાની છે. તેઓ ગાંધીજીના પગલે ચાલનારા ગાંધીજન ભરતભાઈના મિત્રો પણ છે. અચાનક મિન્ટુ મહાત્મા ગાંધી પોતાના આદર્શ હોવાનું દર્શાવી તેમના પગલે ચાલવાની નેમ જાહેર કરે છે. તેમના જેવું વર્તન તો કરી શકે પરંતુ, મૂલ્યો ક્યાંથી લાવે? ભરતભાઈ બંને મિત્રોને પ્રામાણિકતા અને સુમેળના પાઠ શીખવાડવાનો નિર્ધાર કરે છે અને પછી શું થાય છે તે તમને ફિલ્મમાં નિહાળવાની મઝા આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter