યુકે છોડનારા વિદેશીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો મોખરે

2025ના વર્ષમાં 51,000 ભારતીય સ્ટુડન્ટ, 21,000 વર્કર્સે બ્રિટનને અલવિદા કહ્યું, 46,000 સાથે ચીન બીજા ક્રમે

Tuesday 26th May 2026 11:01 EDT
 
 

લંડન: યુકે છોડીને પરત ફરતા વિદેશી નાગરિકોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો સૌથી મોખરે રહ્યા છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વર્ષ 2025 માટે કરાયેલા વિશ્લેષણ અનુસાર યુકે છોડવાના આ ટ્રેન્ડમાં ભારતીયો સૌથી આગળ છે. જેમાં અભ્યાસ અર્થે આવેલા આશરે 51,000 ભારતીયો, કામકાજ અર્થે આવેલા 21,000 અને અન્ય અસ્પષ્ટ કારણોસર આવેલા 3,000 ભારતીયોએ દેશ છોડ્યો છે. આ યાદીમાં 46,000 નાગરિકો સાથે ચીની વિદ્યાર્થીઓ અને કામદારો બીજા ક્રમે છે. ત્યારબાદ યુક્રેનિયન્સ (18,000), તેમજ પાકિસ્તાની અને નાઇજીરિયન નાગરિકો (બંનેના 19,000-19,000) ટોચના પાંચ દેશોમાં સામેલ છે. આ વલણોને પગલે ગયા વર્ષે યુકેનું કુલ નેટ માઇગ્રેશન ઘટીને 1,71,000 પર આવી ગયું છે.

આકરા નિયમો છતાં વિઝા કેટેગરીમાં ભારતીયોનો દબદબો

બ્રિટન છોડનારાઓની સંખ્યામાં વધારો થયો હોવા છતાં, યુકેની કેટલીક મહત્વપૂર્ણ વિઝા કેટેગરીમાં ભારતીયો હજુ પણ સૌથી આગળ છે. હેલ્થ એન્ડ કેર વર્કર વિઝા કેટેગરીમાં માર્ચ 2026 ના અંત સુધીમાં 1,07,306 ભારતીયોને એક્સટેન્શન મળ્યું છે. સ્કિલ્ડ વર્કર વિઝા કેટેગરીમાં એક્સટેન્શન મેળવીને 89,851 ભારતીયો ટોચ પર રહ્યા છે. ગ્રેજ્યુએટ રૂટ વિઝા કેટેગરીમાં 70,371 ભારતીય વિદ્યાર્થીઓને એક્સટેન્શન મળ્યું છે. યુકે દ્વારા મંજૂર કરાયેલા કુલ સ્પોન્સર્ડ સ્ટડી વિઝા કેટેગરીમાં 23% (90,425 વિઝા) એકલા ભારતીય વિદ્યાર્થીઓને મળ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter