યુકે દ્વારા 2023માં વિક્રમજનક 1.4 મિલિયન વિઝા જારી કરાયાં

સૌથી વધુ 50 ટકા વર્ક વિઝા, 1,46,477 હેલ્થ અને સોશિયલ કેર વિઝા, 62,336 રાજ્યાશ્રય

Tuesday 05th March 2024 11:13 EST
 
 

લંડનઃ 2023માં યુકે દ્વારા વિદેશી નાગરિકોને 1.4 મિલિયન વિઝા જારી કરાયાં હતાં. હોમ ઓફિસના આંકડા અનુસાર તેમાંથી 50 ટકા જેટલા વર્ક વિઝા અને તેમના પરિવારજનો તથા આશ્રિતોને અપાયેલા વિઝાનો સમાવેશ થાય છે. 1,46,477 હેલ્થ અને સોશિયલ કેર વિઝા જારી કરાયાં હતાં જે 2022ની સરખામણીમાં 100 ટકાનો વધારો દર્શાવે છે. સરકારે વર્ક વિઝા પર આવતા વિદેશીઓના આશ્રિતોને જારી કરાયેલા વિઝાની સંખ્યા 2,79,131 રહી હતી જે 2021ની સરખામણીમાં 80 ટકાનો વધારો દર્શાવે છે.

2023માં વિક્રમજનક સંખ્યામાં રાજ્યાશ્રય પણ મંજૂર કરાયા હતા. આ વર્ષમાં 62,336 વિદેશી નાગરિકોના રાજ્યાશ્રય મંજૂર કરાયાં હતાં 15000 વિદેશી નાગરિકોની રાજ્યાશ્રયની અરજી નકારી કઢાઇ હતી. આંકડા દર્શાવે છે કે 2023માં નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સની સંખ્યામાં 36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter