યુકે-ભારત વચ્ચે સંરક્ષણ ભાગીદારી મજબૂત બનાવવા ચર્ચાઃ લિઝ ટ્રસ

Wednesday 27th October 2021 07:23 EDT
 
 

લંડન, નવી દિલ્હીઃ યુકેના ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે ૨૨થી ૨૪ ઓક્ટોબરના ભારત પ્રવાસમાં ઈન્ડો-પાસિફિક ક્ષેત્રમાં સહકારને વધુ મજબૂત બનાવવા સહિત દ્વિપક્ષી અને પ્રાદેશિક મુદ્દાઓ વિશે સઘન ચર્ચા હાથ ધરી હતી. તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર તેમજ નાણા પ્રધાન નિર્મલા સીતારામનની પણ મુલાકાત લઈ ભારત સાથે ગાઢ દીર્ઘકાલીન સંરક્ષણ સુરક્ષા ભાગીદારી વિશે પણ ચર્ચા હાથ ધરી હતી.

ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે ઈનોવેટિવ સિક્યુરિટી અને ડિફેન્સ ટેકનોલોજી વિકસાવવા તેમજ ભારત સાથે સંરક્ષણ સંબંધિત વ્પારને મજબૂત બનાવવાની પણ ચર્ચા કરી હતી. ટ્રસે જણાવ્યું હતું કે યુકે અને ભારત વચ્ચે ગાઢ ડિફેન્સ અને સુરક્ષા ભાગીદારીઓ તેમના મજબૂત આર્થિક સંબંધોને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.

મુંબઈના અરબી સમુદ્રમાં યુકેના કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપના ક્વીન એલિઝાબેથ કેરિયરની મુલાકાત લઈ યુકે અને યુએસના ફાઈટર જેટ્સને સાંકળતી લશ્કરી કવાયતનું નીરિક્ષણ પણ કર્યું હતું. યુકેના કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે વધી રહેલા સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સંબંધોનું મહત્ત્વ દર્શાવે છે. ફોરેન સેક્રેટરીએ તાજ મહાલ પેલેસ હોટલની મુલાકાત લઈ ૨૦૦૮ના ટેરરિસ્ટ હુમલાના મૃતકોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત, તેમણે બિઝનેસ અગ્રણીઓ, શિક્ષણ, ફિલ્મ, સ્પોર્ટ્સ અને પોલિટિક્સ સાથે સંકળાયેલા લોકોને યુકેના લડાયક જહાજ HMS Defender પર આમંત્રિત કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter