લંડનઃ ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે એપ્રિલથી ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલમાં આવી જશે. યુકેની સંસદ દ્વારા સૌથી ઝડપથી મંજૂરી અપાઇ હોય તેવો આ વેપાર કરાર બની રહેશે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં દોઢ વર્ષ લાગી જતો હોય છે. ભારત અને યુકે વચ્ચેના વેપાર કરાર પર જુલાઇ 2025માં હસ્તાક્ષર કરાયા હતા. ગોયલે જણાવ્યું હતું કે, યુકે તો ભારતમાં તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં વેપાર કરારનો અમલ ઇચ્છતો હતો. યુકેની સંસદના હાઉસ ઓફ કોમન્સમાં ફેબ્રુઆરી મહિનામાં જ ચકાસણી પ્રક્રિયા આટોપી લેવાઇ હતી અને આ મહિનામાં હાઉસ ઓફ લોર્ડ્સે પણ આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે.

