યુકે-ભારત વેપાર સમજૂતીથી ભાગીદારીના નવા યુગના મંડાણ

લોર્ડ કરન બિલિમોરિયા, CBI પ્રેસિડેન્ટ Wednesday 19th January 2022 04:29 EST
 
 

વિશ્વની બે મહાન લોકશાહીઓ વચ્ચે નવા મહત્ત્વાકાંક્ષી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર સમજૂતી- FTA) મુદ્દે આરંભ કરાયેલી મંત્રણાઓથી યુકે અને ભારતના સંબંધો ઊંચા શિખરે પહોંચ્યા છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષી વેપારને બમણો કરવા એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ પર સહીસિક્કા કરી લેવાયા છે ત્યારે FTAથી આપણો વેપાર ૨૦૩૫ સુધીમાં ૨૮ બિલિયન પાઉન્ડ સુધી વધારી શકાશે. યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી એન-મેરી ટ્રેવેલિન અને ભારતના કોમર્સ અને ઉદ્યોગપ્રધાન પિયુષ ગોયેલની મુલાકાત સાથે વેપારમંત્રણાનો સત્તાવાર આરંભ થયો છે.

યુકે-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના સ્થાપક ચેરમેન તરીકે મારું માનવું છે કે વૈશ્વિક આર્થિક સુપરપાવર બનવા તરફ ગતિશીલ ભારત સાથે વેપાર સમજૂતી યુકે માટે ભાગીદારીના નવા યુગના મંડાણ કરશે તેમજ યુકે અને ભારતીય બિઝનેસીસ માટે નોંધપાત્ર વેપાર અને ઈન્વેસ્ટમેન્ટની વ્યાપક તકનો માર્ગ મોકળો બનાવશે. CBIના પ્રમુખ તરીકે હું એગ્રીમેન્ટના ઘડતરને ટેકો આપવા તેમજ FTAના લાભ હાંસલ કરવામાં યુકે અને ભારતીય બિઝનેસીસને મદદરુપ બનવા ઉત્સુક છું.

(યુકે-ભારત વેપાર સમજૂતી સંબંધિત લોર્ડ કરન બિલિમોરિયાનો સંપૂર્ણ લેખ ‘એશિયન વોઈસ’ના ૨૨ જાન્યુઆરી, ૨૦૨૨ના અંકમાં વાંચી શકાશે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter