યુકે મહામારીનો સામનો કરવામાં અક્ષમ હોવાનો રિપોર્ટ જાહેર કરો

Thursday 15th October 2020 13:00 EDT
 
 

લંડનઃ યુકેની હેલ્થ સિસ્ટમ પેન્ડેમિક- વૈશ્વિક મહામારીનો સામનો કરવા સક્ષમ નહિ હોવાની ચેતવણી આપતા ગુપ્ત રિપોર્ટ બાબતે સરકાર અને ઈન્ફોર્મેશન કમિશનર ઓફિસ (ICO) સંઘર્ષના માર્ગે આગળ વધી રહ્યા છે. એક નાટ્યાત્મક પગલાંમાં ઈન્ફોર્મેશન કમિશનર ઓફિસે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC)ને તેનો Exercise Cygnus રિપોર્ટ સુપરત કરવા અથવા તેના ઈનકારનો ખુલાસો કરવા ૨૩ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે.

NHSના ડોક્ટર મૂસા કુરેશીએ છ મહિના અગાઉ ઈન્ફોર્મેશન ફ્રીડમ જોગવાઈ હેઠળ Cygnus - સિગ્નસ રિપોર્ટ જોવા માગણી કરી હતી. કુરેશીના વકીલોએ આક્ષેપ લગાવ્યો છે કે સરકાર ઈરાદાપૂર્વક વિલંબ કરી રહી છે. એમ કહેવાય છે કે રિપોર્ટની વિગતો પરથી સાબિત થઈ શકે છે કે સરકાર પોતાની જ કવાયતના બોધપાઠ શીખવામાં નિષ્ફળ રહી છે. ૨૦૧૬માં ત્રણ દિવસની સિમ્યુલેશન એકસરસાઈઝ Cygnusમાં ઈન્ફ્લુએન્ઝા મહામારીનો સામનો કરવાની યુકેની ક્ષમતાનું મૂલ્યાંકન કરાયું હતું પરંતુ, તેના તારણો વર્તમાન કોરોના કટોકટી સાથે પણ સુસંગત છે.

સિગ્નસ સમયે કન્ઝર્વેટિવ મિનિસ્ટર અને પૂર્વ લિબરલ ડેમોક્રેટ સાંસદ ફિલિપ લીએ જણાવ્યું હતું કે અ કવાયતે સરકાર સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે તેણે કાર્યવાહી કરવાની જરુર છે. લીએ એપ્રિલમાં કહ્યું હતું કે,‘સિગ્નસ રિપોર્ટથી આપણે જાણતા હતા કે આપણે મહામારીના સામના માટે સજ્જ નથી. તે સમયે રિપોર્ટ પ્રસિદ્ધ ન કરવો તે ભૂલ હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter